Wednesday, 25 February 2009

પવિત્ર બાઇબલ અંગે માહિતી:

પવિત્ર બાઇબલમાં કુલ 66 પુસ્તકો છે.
જેનાં બે ભાગ છે. જૂનો કરાર અને નવો કરાર.
જેમાં જૂના કરારમાં 39 પુસ્તકો છે અને નવા કરારમાં 27 પુસ્તકો છે.
પવિત્ર બાઇબલની મધ્યમાં 'મીખાહ' અને 'નાહૂમ' પુસ્તકો આવેલાં છે.
જૂના કરારની મધ્યમાં 'નીતિવચન' નું પુસ્તક આવેલું છે.
નવા કરારની મધ્યમાં 'બીજું થેસ્સાલોનીકી' નું પુસ્તક આવેલું છે.
જૂના કરારમાં સૌથી નાનું પુસ્તક 'ઓબાધાહ' છે.
નવા કરારમાં સૌથી નાનું પુસ્તક 'યોહાનનો ત્રીજો પત્ર' છે.
પવિત્ર બાઇબલમાં સૌથી મોટુ પુસ્તક ગીતશાસ્ત્ર છે. જેમાં 150 અધ્યાય છે.
નવા કરારમાં સૌથી લાંબુ પુસ્તક 'લૂક'ની સુર્વાતા છે.
પવિત્ર બાઇબલમાં કુલ 1189 અધ્યાયો છે.
જેમાંથી 929 અધ્યાયો જૂના કરારમાં છે. અને નવા કરારમાં 260 અધ્યાયો છે.
પવિત્ર બાઇબલમાં લાંબમાં લાંબુ નામ યશાયાનાં પુસ્તકમાં 8 માં અધ્યાયની 1 અને 3 કલમમાં આવેલું છે. જે 'માહેર-શાલાલ હાશ-બાઝ' છે.
પવિત્ર બાઇબલમાં લાંબમાં લાંબી ક્લમ ઍસ્તેરનાં પુસ્તકમાં 8 માં અધ્યાયની 9 મી કલમ છે.
પવિત્ર બાઇબલમાં ટૂંકામાં ટૂંકી ક્લમ નવા કરારમાં યોહાનની સુર્વાતામાં આવેલી છે. જે 11 માં અધ્યાયની 35 મી ક્લમ છે.
પવિત્ર બાઇબલની મધ્યમાં ગીતશાસ્ત્રનો 117 મો અધ્યાય આવેલો છે. જે પવિત્ર બાઇબલમાં સૌથી નાનાંમાં નાનો અધ્યાય છે.
પવિત્ર બાઇબલમાં સૌથી લાંબમાં લાંબો અધ્યાય ગીતશાસ્ત્રનો 119 મો અધ્યાય છે. જેમાં 176 ક્લમો છે.
નવા કરારમાં સૌથી લાંબો અધ્યાય લૂકની સુર્વાતાનો 1 અધ્યાય છે.

જૂના કરારનાં 39 પુસ્તકોનાં નામ, અધ્યાયની સાથે:

1) ઊત્પતિ -----> 50
2) નિર્ગમન -----> 40
3) લેવીય -----> 27
4) ગણના -----> 36
5) પુનનિયમ -----> 34
6) યહોશુઆ -----> 24
7) ન્યાયાધીશો -----> 21
8) રૂથ -----> 4
9) શમૂઍલ 1 -----> 31
10) શમૂઍલ 2 -----> 24
11) રાજાઓ 1 -----> 22
12) રાજાઓ 2 -----> 25
13) કાળવૃતાંત 1 -----> 29
14) કાળવૃતાંત 2 -----> 36
15) ઍઝરા -----> 10
16) નહેમ્યાહ -----> 13
17) ઍસ્તેર -----> 10
18) અયુબ -----> 42
19) ગીતશાસ્ત્ર -----> 150
20) નીતિવચન -----> 31
21) સભાશિક્ષક -----> 12
22) ગીતોનું ગીત -----> 8
23) યશાયા -----> 66
24) યિર્મિયાહ -----> 52
25) યિર્મિયાહનો વિલાપ -----> 5
26) હઝકીઍલ -----> 48
27) દાનીયેલ -----> 12
28) હોશીયા -----> 14
29 યોઍલ -----> 3
30) આમોસ -----> 9
31) ઓબાધાહ -----> 1
32) યૂના -----> 4
33) મીખાહ -----> 7
34) નાહૂમ -----> 3
35) હબાક્કુક -----> 3
36) સફાન્યાહ -----> 3
37) હાગ્ગાય -----> 2
38) ઝખાર્યાહ -----> 14
39) માલખી -----> 4

નવા કરારના 27 પુસ્તકના નામો, અધ્યાયની સાથે:

1) માત્થી -----> 28
2) માર્ક -----> 16
3) લૂક -----> 24
4) યોહાન -----> 21
5) પ્રેરિતોનાં કૃત્યો -----> 28
6) રૂમીઓને પત્ર -----> 16
7) કોરીંથીઓને 1 લો પત્ર -----> 16
8) કોરીંથીઓને 2 જો પત્ર -----> 13
9) ગલાતીઓને પત્ર -----> 6
10) ઍફેસીઓને પત્ર -----> 6
11) ફિલિપીઓને પત્ર -----> 4
12) કોલોસીઓને પત્ર -----> 4
13) થેસ્સાલોનીકીઓને 1 લો પત્ર -----> 5
14) થેસ્સાલોનીકીઓને 2 જો પત્ર -----> 3
15) તીમોથીને 1 લો પત્ર -----> 6
16) તીમોથીને 2 જો પત્ર -----> 4
17) તીતસને પત્ર -----> 3
18) ફિલેમોનને પત્ર -----> 1
19) હેબ્રીઓને પત્ર -----> 13
20) યાકુબનો પત્ર -----> 5
21) પીતરનો 1 લો પત્ર -----> 5
22) પીતરનો 2 જો પત્ર -----> 3
23) યોહાનનો 1 લો પત્ર -----> 5
24) યોહાનનો 2 જો પત્ર -----> 1
25) યોહાનનો 3 જો પત્ર -----> 1
26) યહુદાનો પત્ર -----> 1
27) પ્રકટીકરણ -----> 22
Phrase Search / Concordance
Words/Phrase To Search For
(e.g. Jesus faith love, or God of my salvation, or believ* ever*)