ઓ આકાશમાંના અમારા બાપ,તારૂં નામ પવિત્ર મનાઓ;તારૂં રાજ્ય આવો;જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ.દિવસની અમારી રોટલી આજ અમને આપ.અને જેમ અમે અમારા ઋુણીઓને માફ કર્યા છે.તેમ તું અમારાં ઋણો અમને માફ કરઅને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભુંડાથી અમારો છૂટકો કર.કેમકે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તારાં છે.આમેન