Friday, 5 June 2009

ગીત શાસ્ત્ર 23

1. યહોવાહ મારો પાળક છે;
તેથી મને કશી ખોટ પડશે નહિ.
2. તે લીલાં બીડમાં મને સુવાડે છે;
તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે.
3. તે મારા આત્માને તાજો કરે છે;
પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાની માર્ગે ચલાવે છે.
4. જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું,
તો ઍ હું કંઈ ભૂંડાઇથી બીશ નહિ;
કેમકે તું મારી સાથે છે; તારી લાકડી તથા તારી છડી મને દિલાસો દે છે.
5. મારા શત્રુઓ દેખતાં તું મારે વાસ્તે ભાણું તૈયાર કરે છે;
તે મારા માથા પર તેલ ચોળ્યું છે; મારો પ્યાલો ઉભરાય જાય છે.
6. નિશ્રે મારી જિંદગીના સર્વ દિવસો પરયન્ત ભલાઈ તથા દયા મારી સાથે આવશે;
અને હું સદાકાળ સુધી યહોવાહના ઘરમાં રહીશ.
Phrase Search / Concordance
Words/Phrase To Search For
(e.g. Jesus faith love, or God of my salvation, or believ* ever*)