Thursday, 3 September 2009

બાઇબલ

મને બરાબર યાદ છે, નાનાં હતા ત્યારે સન્ડેસ્કૂલનાં શિક્ષક દ્વારા શિખવવામાં આવ્યું હતું કે બાઇબલને સાચવવું જોઇઍ, તેનાં પાનાંઓ સંભાળીને ફેરવવા જોઇઍ, જ્યાં ને ત્યાં ખોટાં લીટા પાડીને તેને બગાડવું ના જોઇઍ, આજે પણ ચર્ચમાં ભક્તિસભા દરમ્યાન બાઇબલવાંચન વખતે આપણે બાઇબલ ઉંચુ કરીને 'કેવો અદભુત, ભંડાર આ, દેવનું અવાચ્ય દાન આ, બંને સાથે ફરીશું મારું બાઇબલ ને હું.' (ભજન સંગ્રહમાં 542 નંબરનું ગીત) ગીત ગાઈને બાઇબલનાં વખાણ કરીઍ છીઍ અને તેને માન આપીને આપણો વિશ્વાસ પ્રગટ કરીઍ છીઍ.

થોડાક દિવસ પહેલાં તારીખ 23 જુલાઇનાં 'ધી ટાઇમ્સ'માં બાઇબલનું કલાના નામે કેવી રીતે અપમાન કરવામાં આવ્યું તેનાં સમાચાર છાપવામાં આવ્યા હતા. જેની વિગત કોઈપણ ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિને દુ:ખની લાગણી ઉપજાવે તેવી છે. ગ્લાસ્ગો શહેરમાં આવેલ ગૅલરી ઓફ મૉર્ડન આર્ટમાં ભરવામાં આવેલ પ્રદૂર્શનમાં 'અનટાઇટલ્ડ 2009' નામે બાઇબલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને બાજુમાં પેન અને આ મુજબની નોંધ મૂકવાંમાં આવી હતી. “if you feel you have been excluded from the Bible, please write your way back into it”. ઘણાં બધા મુલાકાતીઓ દ્વારા બાઇબલનું અપમાન કરતાં અપશબ્દ તથા અશ્રિલ્લ ભાષામાં તેની ઉપર જુદી જુદી ટીપ્પણીઓ લખીને બાઇબલનું અપમાન કરવામાં આવેલ હતું. દુખની બાબત ઍ છે કે આ રીતે બાઇબલ મૂકવાનો પ્રૉજેક્ટ મેટ્રોપોલિટન કમ્યૂનિટી ચર્ચ દ્વારા કરવામાં આવ્યો હતો. નામદાર પોપ બેનેડિક્ટ અને ખ્રિસ્તી સંગઠનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

ફોટો - કૉપીરાઇટ - The Times

બીજા સમાચાર બીબીસીની વેબસાઇટ (http://news.bbc.co.uk/1/hi/world/south_asia/8179823.stm) ઉપર તારીખ 2જી ઑગસ્ટનાં રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતાં. જેમાં પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતમાં આવેલ ગોજરા નામના નગરમાં કોમી રમખાણમાં 8 ખ્રિસ્તીઓને મારી નાખવામાં આવ્યા જેમાં ચાર મહિલાઓ, ઍક માણસ તથા ઍક બાળક નો સમાવેશ થાય છે અને 50 થી વધુ ખ્રિસ્તીઑનાં ઘરો બાળી નાખવામાં આવેલ હતા. કોમી રમખાણ ફાટી નીકળ્યાનું કારણ ખ્રિસ્તીઓ દ્વારા કુરાનને નુકસાન કરવામાં આવેલ છે તેવી અફવા ફેલાતા તોફાનો ફાટી નીકળવાનું જણાવવામાં આવે છે. આ અંગે વધુ માહિતી જોઇતી હોય તો http://www.pakistanchristianpost.com/index.php ઉપરથી મળી શકશે.

આ લખવાં પાછળનો હેતુ કોઈપણ વાચકને ઉશ્કેરવાનો નથી કે નકારાત્મક ભાવના ઉત્પન્ન કરવાનો નથી. પાછલા વર્ષો દરમ્યાન ઘણાં લોકો બાઇબલને નષ્ટ કરવાનાં નિષ્ફળ પ્રયત્નો કરી ચુક્યાં છે. થોડાક વર્ષો પહેલાં રાજકોટમાં પણ બાઇબલ બાળવાની ઘટના બહાર આવી હતી. વિશ્વમાં ઘણી જ્ગ્યાઓઍ આવી દુખદ્ ઘટનાઓ બનવાનાં સમાચારો આપણાં સાંભળવાંમાં આવે છે.
બાઇબલઍ પ્રભુ દેવ તરફથી કરવામાં આવેલ કરાર છે. બાઇબલઍ વિશ્વમાં કરોડો લોકો માટે પ્રભુમય જીવન જીવવા માટેનો રસ્તો બતાવે છે. બાઇબલઍ અરીસા અને પ્રકાશ સમાન છે. બાઇબલમાં લખવામાં આવ્યું છે કે 'મારા પગોને સારૂ તારું વચન દીવારૂપ છે. તે મારા માર્ગને સારૂ અજવાળારૂપ છે.' પ્રભુનું વચન કદીપણ સફળ થયા વિના, ફોકટ જતું નથી. બાઇબલમાં સમગ્ર માનવજાત માટે અનંતજીવનનો (મોક્ષનો) માર્ગ આપવામાં આવેલો છે. પ્રભુ ઈસુ કહે છે. માર્ગ, સત્ય તથા જીવન હું છું. આપણે વિશ્વાસથી પ્રાથૅના કરીઍ કે પ્રભુ ઈસુ આ લોકોનાં હૃદયો બદલે અને તે લોકો ખરો માર્ગ જાણી શકે અને જે લોકોની ધર્મને નામે સતાવણી થઈ રહી છે તેમને પ્રભુ ઈસુ આ દુખ સહન કરવાની શક્તિ આપે અને દિવ્ય શાંતિ આપે.
Phrase Search / Concordance
Words/Phrase To Search For
(e.g. Jesus faith love, or God of my salvation, or believ* ever*)