Tuesday, 6 December 2011

પ્રભુ ઈસુએ શિખવેલી પ્રાર્થનાઃ


ઓ આકાશમાંના અમારા બાપ,
તમારું નામ પવિત્ર મનાઓ; તમારું રાજય આવો;
જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.
દિવસની અમારી રોટલી આજ અમને આપો
અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે,
તેમ તમે અમારાં ઋણો અમને માફ કરો
અને અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાથી અમારો છૂટકો કરો.
કેમકે રાજય તથા પરાક્ર્મ તથા મહિમા સર્વકાળ સુધી તમારાં છે.
આમેન. –  માત્થી 6:9-13

Friday, 2 December 2011

પ્રભુ ઈસુ આ પૃથ્વી ઉપર શા માટે આવ્યા હતા.......


  • નિયમશાસ્ર્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું, એમ ધારો; હું નાશ કરવા તો નહિ, પણ પુણૅ કરવા આવ્યો છું માત્થી 5:17
  • માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણા લોક્ની ખંડણીને સારુ પોતાનો જીવ આપવાને આવ્યો છે. માત્થી 20:28
  • કેમકે ગરીબોને સુવાતાઁ પ્રગટ કરવા સારુ, બંદીવાનોને છોડાવવા, આંધળાઓને દેખતા કરવા અને ઘાયલ થયેલાઓને છોડાવવા સારું મારો અભિષેક કર્યો છે. લુક 4:18
  • ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવાને સારુ બોલાવવા હું આવ્યો છું. લુક 5:32
  • કેમકે ખોવાએલું શોધવા તથા તારવા સારુ માણસનો દીકરો આવ્યો છે. લુક 19:10
  • જગતનું તારણ થાય, તે માટે દેવે પોતાનાં દીકરાને જગતમાં મોકલ્યો છે. યોહાન 3:17
  • દેવની ઈચ્છા પૄણઁ કરવાને આકાશથી ઊતર્યો છું કેમકે મારા બાપની ઈચ્છા છે, કે જે કોઇ દિકરાને જોઇને તેના પર વિશ્વવાસ કરશે, તેને અનંતજીવન મળશે; અને છેલ્લે દહાડે હું તેને પાછો ઉઠાડીશ. યોહાન 6:38-40
  • જે જીવતી રોટલી આકાશમાંથી ઊતરી છે. તે હું છું; જો કોઈ એ રોટલી ખાય તે સદા જીવતો રહેશે. યોહાન 6:51
  • તમને જીવન મળે, અને તે ભરપુર મળે, માટે હું આવ્યો છું. યોહાન 10:10
  • જે કોઇ મારા પર વિશ્વાસ રાખે છે તે અંધારામાં રહે, માટે જગતમાં હું પ્રકાશરુપે આવ્યો છું. યોહાન 12:46
  • સત્ય વિષે સાક્ષી આપવા હું જગતમાં આવ્યો છું. યોહાન 18:37
  • શેતાનનાં કામનો નાશ કરવા માટે દેવનો પુત્ર પ્રગટ થયો. યોહાનનો પહેલો પત્ર 3:8
  • દેવે પોતાનો એક્નોએક પુત્રને જગતમાં મોકલ્યો,કે આપણે તેનાથી જીવીએ, યોહાનનો પહેલો પત્ર  4:9
  • દેવે પોતાનાં પુત્રને આપણાં પાપનું પ્રાયશ્રિત થવા માટે મોકલ્યો. યોહાનનો પહેલો પત્ર 4:10
Phrase Search / Concordance
Words/Phrase To Search For
(e.g. Jesus faith love, or God of my salvation, or believ* ever*)